યોજનાની માહિતી મેળવવા ગ્રુપમાં જોડાવ
GSRTC Bharti 2023 : GSRTC માં 7 હજાર થી વધુ જગ્યાઓ માટે ભરતી - GUJARAT HELPS

GSRTC Bharti 2023 : GSRTC માં 7 હજાર થી વધુ જગ્યાઓ માટે ભરતી

GSRTC Recruitment 2023 , GSRTC Bharti 2023 Apply Online , GSRTC Recruitment 2023 Last Date, ojas gsrtc bharti 2023 in Gujarati , gsrtc driver bharti 2023 ,

GSRTC Bharti 2023 : ગુજરાતમાં નોકરીઓ શોધી રહેલા અને 12મુ ધોરણ પાસ કરેલા ઉમેદવારો માટે સારા સમાચાર. ગુજરાત રાજ્ય સરકારે લાયકાત ધરાવતા લોકો માટે વધુ નોકરીની તકો પૂરી પાડવાના હેતુ સાથે વિવિધ રોજગાર સૂચનાઓ બહાર પાડી છે, હવે ગુજરાત રાજ્ય સરકારે ડ્રાઈવર, કંડક્ટરની ખાલી જગ્યાઓ માટે OJAS GSRTC Bharti 2023 બહાર પાડવામાં આવી છે. ગુજરાત રાજ્યની નોકરીઓ માટે તૈયારી કરી રહેલા તમામ સરકારી નોકરી શોધનારાઓ માટે સારી તક છે.

જાહેરાત મુજબ GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. ઓનલાઈન બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, પાત્રતા ધરાવતા ઉમેદવારો 7મી ઓગસ્ટ 2023થી અરજી ફોર્મ ભરી શકશે અને GSRTC Bharti 2023 ની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 6મી સપ્ટેમ્બર 2023 છે.

GSRTC Bharti 2023 Gujarat

ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટ નું નામકંડકટર , ડ્રાઇવર
ખાલી જગ્યાઓ7404 જગ્યાઓ
ભરતી નું સ્થાનગુજરાત
અરજી શરૂ થયા ની તારીખ07 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ06 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://www.gsrtc.in

ગુજરાત GSRTC કંડક્ટર, ડ્રાઈવર ભરતી 2023 બહાર પાડ્યું છે, જે હેઠળ ડ્રાઈવરની 4062 જગ્યાઓ અને કંડક્ટરની 3342 જગ્યાઓ છે. જો તમે 12મું ધોરણ પાસ કર્યું હોય અને તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા કંડક્ટર લાયસન્સ હોય તો તમારે ચોક્કસપણે GSRTC ભરતી માટે નોંધણી કરાવવી જોઈએ. નોંધણી કરાવવા આ લિંક પર ક્લિક કરો @ojas.gujarat.gov.in

GSRTC કંડક્ટર, ડ્રાઈવર ભરતી 2023 માટેની ખાલી જગ્યાઓ:

કંડક્ટર:

બિન અનામત માટે જગ્યાઓ, 1300 જયારે આર્થિક રીતે નબળા વર્ગ(E.W.S.)ની , સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 850, અનુસુચિત જાતિની 219,અનુસુચિત  જનજાતિની 471,માજી સૈનિક અને દિવ્યાંગમાટેની 464 જગ્યાઓ માટેની અરજી માંગવાની પ્રક્રિયા ચાલુ છે.

ડ્રાઈવર:

બિન અનામત માટે જગ્યાઓ,1616  જયારે આર્થિક રીતે નબળા વર્ગ(E.W.S.)ની 463, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 799, અનુસુચિત જાતિની 273 અનુસુચિત  જનજાતિની 651માજી સૈનિક 404 જગ્યાઓ માટેની અરજી માંગવાની પ્રક્રિયા ચાલુ છે.

આમ, કંડકટરની કુલ 3342 અને ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ  માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

GSRTC કંડક્ટર, ડ્રાઈવર ભરતી 2023 મહત્વની તારીખો:

 GSRTC કંડક્ટર, ડ્રાઈવર ભરતી 2023 માટે ઓનલાઈન એપ્લિકેશન 7 ઓગસ્ટ 2023 થી શરૂ થઈ ગઈ છે. ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2023 માટે ઓનલાઈન એપ્લિકેશનની અંતિમ તારીખ 6 સપ્ટેમ્બર 2023 સુધીની છે.

GSRTC Bharti 2023 વયમર્યાદા:

ઉમેદવારોની ઉંમર 18 થી 38 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉચ્ચ વયની છૂટછાટ આપવામાં આવશે

GSRTC Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

ભારત સરકાર/રાજ્ય સરકાર દ્વારા કોઈપણ માન્ય શાળા અને શિક્ષણ બોર્ડ દ્વારા 12મુ ધોરણ પાસ કરેલ હોવુ જોઈએ. ધોરણ ૧૨ પાસની માર્કશીટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ તથા અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે.

GSRTC Conductor, Driver Bharti 2023 પગાર ધોરણ:

ડ્રાયવર અને કંડકટર પસંદગી પામનાર ઉમેદવારો માટે પાંચ વર્ષ માટે માસિક રૂ.૧૮૫૦૦/- ફીકસ પગાર કરાર આધારીત અપવામાં આવશે.

GSRTC કંડક્ટર, ડ્રાઈવર ભરતી 2023 એપ્લિકેશન ફી:

ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) તમામ ઉમેદવારોએ અરજીપત્રક ફી 59 રૂપિયા ભરવાના રહેશે. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

GSRTC Bharti 2023 પસંદગી પ્રક્રિયા:

 ડ્રાઈવર માટે 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા ઉપરાંત 50 ગુણનો ઓટોમેટીક ડ્રાઈવીંગ ટેસ્ટ આપવાની રહેશે. જ્યારે કંડકટર માટે ફક્ત 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવાની રહેશે.

GSRTC Bharti 2023 લાયસન્સ માટેની સૂચના:-

ડ્રાઈવર ઉમેદવાર પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેક નો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ. કંડકટર પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. ઉપરાંત વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિ હોવી જરૂરી છે.

Leave a Comment